સુરતઃ હરિયાણામાં યુવતી અને જયપુરમાં બાયપાસ એક્સપ્રેસ હાઈવે પર કેબ ચાલક કરી હત્યા કરી નાસતો-ફરતો આરોપી સુરતથી પકડાઈ ગયો છે આરોપી સુરત શહેરના સરથાણા વિસ્તારના કાર મેળામાં સસ્તા ભાવે ઈનોવા વેચવા જતા પકડાઈ ગયો હતો મળતી માહિતી પ્રમાણે, હરિયાણાના રેવારી ખાતે એક યુવતીની હત્યા કરવામાં આવી હતી ચકચારી હત્યાની આ ઘટનામાં હરિયાણા પોલીસે ગુનો નોંધી હત્યારાઓની શોધખોળ કરી રહી હતી દરમિયાન ગત શનિવારે રાત્રે રાજસ્થાનના જયપુર નજીક અજમેર બાયપાસ એક્સપ્રેસ હાઈવે પર પણ કેબ ડ્રાઈવરની હત્યા કરવામાં આવી હતી બંને ઘટનામાં સરખી મોડસ ઓપરેન્ડી હોય એક જ ગેંગ સામેલ હોવાની શક્યતાને આધારે પોલીસે તપાસ આદરી હતી દરમિયાન સુરત શહેરના સરથાણા વિસ્તારના કાર મેળામાં હરિયાણા અને જયપુર મર્ડરમાં જે ઈનોવા કારનો ઉપયોગ થયો હતો તે કાર વેચવા આવેલો હેમંત લાંબા નામનો યુવક ઝડપાઈ ગયો હતો