ગાંધીનગર:આજથી ગુજરાત વિધાનસભાના શિયાળું સત્રનો પ્રારંભ થયો છે ત્યારે કોંગ્રેસ દ્વારા આજે સત્યાગ્રહ છાવણીથી વિધાનસભા કૂચ કરવામાં આવી હતી દરમિયાન પોલીસે વોટર કેનનથી પાણીનો મારો ચલાવ્યો હતો દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપી સર્જાઈ હતી તેમાં એક તબક્કે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા પોલીસ વચ્ચે છૂટીને રીતસરના નાસ્યા હતા જોકે ત્યારબાદ તેઓ પોલીસમાં ફસાતા ઝપાઝપી દરમિયાન તેનાના કપડાં ફાટ્યા હતા એ જ હાલતમાં તેમની અટકાયત કરાઈ હતી ત્યારબાદ તેમને મુક્ત કરાતા તેઓ તૂટેલા કપડાં પહેરેલી હાલતમાં જ વિધાનસભા ગૃહમાં પ્રવેશ્યા હતા દરમિયાન મીડિયા દ્વારા તેમને ફાટેલા કપડાં જતાં જોઈને એમને એમ કેમ જાવ છો પૂછતા પોલીસે આવું કર્યું છે તો વિધાનસભા જવા એવાને એવા જ જવુ પડશેને તેમ તેમણે જણાવ્યું હતું