દિલ્હી ભીષણ આગકાંડમાં રાજેશ શુક્લા નામના એક ફાયરમેન આ ઘટનામાં એક મોટા હિરો બની સામે આવ્યા છે તેમણે પોતાના જીવની પણ પરવાહ કર્યા વગર આશરે 11 જેટલા લોકોના જીવ બચાવ્યા છે સાંકડી ગલીઓમાંથી અંદર એમ્બ્યુલન્સ જઈ શકતી ન હતી ત્યારે લોકોને બચાવવા માટે ઘણી મુશ્કેલી પડી રહી હતી શુક્લા આગ વચ્ચેથી સૌ પ્રથમ ફેક્ટરીમાં અંદર દાખલ થનારી પ્રથમ વ્યક્તિ હતા અને લોકોને સુરક્ષિત રીતે બહાર લાવ્યા હતાતેમને ઈજા થઈ હોવા છતાં પણ આ ફાયરમેને તેમનું કામ જારી રાખ્યું હતું
દિલ્હી આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને તેમના ટવીટર હેંડલ પર આ ફાયરમેનનો ફોટો પોસ્ટ કર્યો છે અને લખ્યું છે કે રાજેશ શુક્લા એક રિયલ હિરો છે આગના સ્થળે પ્રવેશ કરનાર તેઓ પ્રથમ વ્યક્તિ હતા અને 11 જેટલા લોકોના જીવ બચાવ્યા હતા