સુરતઃકાપોદ્રામાં પોલીસ સ્ટેશનની પાછળ આવેલ મમતા પાર્ક સોસાયટી-2માં મોપેડમાંથી સોનાના ઘરેણાંની બેગ કાઢતા વૃદ્ધના હાથમાંથી બાઇકર્સ બેગની ચીલઝડપ કરીને નાસી ગયા હતા બેગમાં 536 લાખ રૂપિયાના ઘરેણાં હતા સમગ્ર ઘટના સીસી કેમેરામાં કેદ થઈ છેકાપોદ્રામાં મમતા પાર્ક સોસાયટી-2માં રહેતા રણછોડ જાદવ લખાણી(ઉવ65) હાલ નિવૃત્ત છે તેઓએ વરાછામાં મીની બજાર ખાતે સરદાર સેફમાં સોનાના ઘરેણાં રાખ્યા હતા તેમના સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગ હોવાથી મંગળવારે પત્નીની સાથે સેફમાં ઘરેણા લેવા ગયા હતા