અમરેલી: બગસરાના મોટા મુંજીયાસર ગામે રહેતા અને ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતા વજુભાઇ ધનજીભાઇ બોરડ (ઉ50) નામના ખેડૂત ગત રાત્રે રખોપુ કરવા માટે પોતાની વાડીએ ગયા હતા વાડીના ફરજામાં ખાટલા પર સુતા હતા ત્યારે મધરાત્રે માનવભક્ષી દીપડો આવી ચડ્યો હતો દીપડાએ ભરનિંદ્રામાં રહેલા વજુભાઇને બોચીથી પકડી 200 ફૂટથી વધુ ઢસડી વાડીની બહાર ખેતરમાં લઇ ગયો હતો બાદમાં પેટનો ભાગ અને એક પગ કરડી ખાતા તેનું મોત નીપજ્યું હતું