શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ - મણીનગર દ્વારા વચનામૃત ગ્રંથની ૨૦૦મી જયંતિ પ્રસંગે સુવર્ણ પુષ્પોથી અભિષેક કરવામાં આવ્યો અને તુલા વિધિ કરવામાં આવી શ્રી સ્વામિનારાયણ ભગવાનની સ્વમુખ વાણી નો ગ્રંથ જે વચનામૃત તેની દ્વિશતાબ્દી શતાબ્દી મહોત્સવ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ દ્વારા વચનામૃત ગ્રંથ અને ઉપર સુવર્ણ પુષ્પોથી અભિષેક કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ સુવર્ણથી વચનામૃત ગ્રંથની તુલા વીધી કરી હતી આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે આ તુલાવિધિ ના પ્રસંગે લંડન તથા અમેરિકાના હરિભક્તો અને સારા ગુજરાતના હરિભક્તોએ વચનામૃત ગ્રંથ ઉપર સુવર્ણ પુષ્પ તથા ચાંદીના પુષ્પોથી અભિષેક કર્યો હતો અને તેની તુલા પણ કરી હતી