દંગલ ગર્લ નામથી જાણીતી, અનેક આંતરરાષ્ટ્રીય ચંદ્રકો જીતનાર પહેલવાન બબિતા ફોગટના લગ્ન થયા હતા લગ્નના ફેરા લેતા પહેલા બબીતાએ કહ્યું હતું પિતાજી અમને બન્ને બહેનોને ક્યારેય મેકઅપ કરવા દેતા ન હતા, પરંતુ આજે આ ઈચ્છા પૂરી થઈ છે
બલાલીમાં યોજાયેલા લગ્ન સમારંભમાં ફક્ત 21 જાનૈયા આવ્યા હતા વિવેકના મોટાભાઈ રાજપાલ અને કાકા ઓમપ્રકાશ પણ નવ દંપતિને આશીર્વાદ આપવા માટે આવ્યા હતા બીજીબાજુ ફોગટ પરિવારના તમામ સભ્યો સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા બબિતા-વિવેકે 8મો ફેરો બેટી બચાવો-બેટી પઢાવો સાથે દહેજના દૂષણને ખતમ કરવા માટે લીધો હતો બન્ને પરિવારે દહેજ આપ્યા કે લીધા વગર લગ્ન કરી ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે