રાજકોટ:પાકિસ્તાનના કરાચીથી રાજકોટ આવેલા બે યુગલના મહેશ્વરી સમાજ દ્વારા 16 ઓગસ્ટના રોજ લગ્ન કરાવવામાં આવ્યા હતા બંને યુવક અને યુવતી મહેશ્વરી સમાજના જ છે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ બાદ પણ બે હિન્દુ યુગલના રાજકોટમાં લગ્ન થયા હતા અહીં આવી બંને યુગલે એકબીજાને સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો કરાચીથી આવેલા અનિલ લાખિયાએ નિશા લાખિયા સાથે લગ્ન કર્યા હતા અને ચેતન ડોરૂએ મંજુલા ડોરૂ સાથે લગ્ન કર્યા હતા અનિલ અને નિશા ભારતમાં જ વિઝા અંતર્ગત રહેશે અને ચેતન અને મંજુલા પાકિસ્તાન પરત ફરશે