અમદાવાદ: આજે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરીને તાજેતરમાં લેવાયયેલી બિન સચિવાલય ક્લાર્ક તથા ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-3ની 3901 જગ્યાની પરીક્ષામા ગેરરીતિ થઈ હોવાનો આરોપ લગાવ્યો હતો તેના પુરાવા રૂપે સુરેન્દ્રનગરના બે સેન્ટરોનોના સીસીટીવી ફૂટેજ પણ જારી કર્યા હતા સીસીટીવી ફૂટેજમાં એક પરીક્ષાર્થી મોબાઈલમાં જોઈને પરીક્ષા આપતો દેખાયો હતો