કાર ઝાડમાં ઘૂસી ગઈ છે કે ઝાડ કારમાંથી ફૂટી નીકળ્યું?

DivyaBhaskar 2019-11-29

Views 85

સોશિયલ મીડિયામાં કારનો આ અજીબોગરીબ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે વીડિયોમાં જોઈ શકાય છે કે કારની વચ્ચોવચ્ચથી ઝાડ બહાર નીકળ્યું છે જેણે પણ આ વીડિયોજોયો તેણે એક જ સવાલ કર્યો હતો કે કાર ઝાડમાં ઘૂસી ગઈ છે કે ઝાડ કારમાંથી ફૂટી નીકળ્યું? યૂટ્યૂબ પર પણ આ વીડિયો અપલોડ કરીને દાવો કરાયો હતો કે આ ફ્રાન્સની
ઘટનાનો વીડિયો છે
જોઈને જ મગજ ચકરાવે ચડી જાય તેવી રહસ્યમય ઘટનાના મૂળ સુધી જવા માટે અમે કવાયત આદરી તો પહેલું પરિણામ એ જ આવ્યું કે આ વીડિયો સાચે જ ફ્રાન્સનો છે જો કે,આ વીડિયો વાસ્તવિક નહીં પણ આર્ટ વર્કનું પરિણામ છે થોડું વિસ્તારથી સમજીએ તો ઑઉસ્ટ ફ્રાન્સના જ રિપોર્ટ મુજબ આ સ્થાનિક થિયેટર ગ્રૂપ રોયલ ડે લક્સ દ્વારા રજૂ
કરાયેલી આર્ટ વર્ક છે જેને પશ્વિમ ફ્રાન્સના નાંતેસ શહેરની બહાર લોકો માટે પ્રદર્શિત કરાયું છે આ માહિતી પણ રોયલ ડે લક્સના ઓફિશ્યલ પેજ પર પણ વીડિયો સાથે શેરકરાયેલી હતી એટલે કહી શકાય કે કારને ફાડીને ફૂટી નીકળેલા ઝાડનો વીડિયો એ આર્ટ ઈન્સ્ટોલેશનનો એક નમૂનો છે હકિકતમાં આવી કોઈ જ ઘટના બની નથી થિયેટર ગ્રૂપરોયલ ડે લક્સ દ્વારા આવા જ આર્ટ વર્કના અન્ય ફોટોઝ જોઈને પણ ચોક્કસ તમારું મગજ ચકરાવે ચડી જશે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS