સાઉથ આફ્રિકામાં 22 માળની બિલ્ડિંગને 30 સેકન્ડમાં ધરાશાયી કરાઈ

DivyaBhaskar 2019-11-27

Views 2

દક્ષિણ આફ્રિકાના જોહેનેસબર્ગ શહેરમાં બેન્ક ઓફ લિસબનની 22 માળની બિલ્ડિંગને 30 સેકન્ડમાં ધરાશાયી કરવામાં આવી હતી આ બિલ્ડિંગને જમીનદોસ્ત કરવા માટે કુલ 894 કિલોગ્રામ વિસ્ફોટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આ બિલ્ડિંગની ઊંચાઈ 114 મીટર હતી ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં આ બિલ્ડિંગમાં આગ લાગી હતી, જે ઘટનામાં 3 લોકોના મોત પણ થયા હતા તે ઘટના બાદ આ ઈમારતને જોખમી જાહેર કરીને તેને ધરાશાયી કરવાનો નિર્ણય કર્યો હતો આ બિલ્ડિંગ પડતી હોય તેવો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS