હવે અમે બતાવીશું કે શિવસેના કઇ ચીજ છે- ઉદ્ધવ ઠાકરેનો હુંકાર

DivyaBhaskar 2019-11-26

Views 1.5K

શક્તિ પ્રદર્શન માટે મુંબઈમાં કોંગ્રેસ, એનસીપી અને શિવસેના ધારાસભ્યો તેમજ દિગ્ગજ નેતાઓ હયાત હોટલમાં એકઠા થયા હતા આ પ્રસંગે ધારાસભ્યોને સંબોધન કરતા ઉદ્ધવ ઠાકરેએ હુંકાર કરતા કહ્યું કે અમે હવે બતાવીશું કે શિવસેના કઇ ચીજ છે સત્યમેવ જયતે જરૂરી છે સત્તા માં જયની જરૂર નથી અમે પાંચ વર્ષ માટે નહીં 50 વર્ષ માટે આવ્યા છીએ એનસીપી તરફથી શરદ પવારે મોરચો સંભાળ્યો હતો અજીત પવાર વિશે તેમણે કહ્યું કે તેઓ હવે કોઇ નિર્ણય નહીં લઇ શકે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરીશું હવે જે નિર્ણય લેવાશે તે આ ત્રણેય પાર્ટી સાથે મળીને નક્કી કરશે અમને આશા છે કે ગવર્નર અમારી વાત જરૂર માનશે આ ગોવા , મણિપુર નથી મહારાષ્ટ્ર છે અહીં આખી વાત અલગ હશે કાર્યક્રમના અંતમાં ઉપસ્થિત દરેક ધારાસભ્યોએ શપથ લીધા હતા શપથમાં તેમણે કહ્યુંકે-હું(જે તે ધારાસભ્યનું નામ) શરદ પવાર , ઉદ્ધવ ઠાકરે અને સોનિયા ગાંધીના નેતૃત્વ હેઠળ પ્રતિજ્ઞા કરું છું કે હું મારી પાર્ટીને વફાદાર રહીશે અને કોઇ પણ લાલચમાં નહીં આવે હું એવુ કંઇ નહીં કરુ જેનાથી ભાજપને ફાયદો થાય

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS