મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની કવાયતને ધ્યાનમાં રાખીને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શનિવારે તેમના આવાસ પર પાર્ટીના નવા ધારાસભ્યોની બેઠક બોલાવી હતી શિવસેનાએ ભાજપના અધ્યક્ષ અમિત શાહના 50:50 ફોર્મ્યુલાને ધ્યાનમાં રાખીને માંગ કરી છે કે અઢી વર્ષ શિવસેના અને અઢી વર્ષ ભાજપનો મુખ્યમંત્રી બને શિવસેનાના પ્રતાપ સરનાઈકે કહ્યું કે ઉદ્ધવજી ને મુખ્યમંત્રી પદ માટે ભાજપ પાસેથી લેખિતમાં લઇ લેવું જોઇએતેમના આવાસ માતોશ્રી બહાર 'સીએમ મહારાષ્ટ્ર ઓનલી આદિત્ય ઠાકરે'ના નારા સાથે પોસ્ટર લગાવવામાં આવ્યા હતા ઉદ્ધવે પોતે બેઠકની અધ્યક્ષતા કરી હતી