અમદાવાદ: નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે તત્વપ્રિયા આનંદાએ વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેમાં અમારું અપહરણ નથી થયુ તેવી એફિડેવિટ ફાઇલ કરી છે આ વીડિયોમાં તત્વપ્રિયાએ ગુજરાત સ્ટેટ હ્યુમન રાઇટ્સ કમિશન, મુખ્યમંત્રી, વડાપ્રધાન, ગર્વનર, ડીજીપી, ચીફ જસ્ટીસ ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદ પોલીસ કમિશનર, વિવેકાનંદનગર પોલીસના એસપીને એફિડેવિટ કરી છે ખોટા આરોપ સાથે કરાયેલા હેબિયસ કોર્પસની સામે આ એફિડેવિટ કરવામાં આવી છે હું અને મારી બહેન નિત્યાનંદિતાએ અનેક વખત લાઇવ વીડિયો શેર કરીને જણાવ્યું છે કે અમે કિડનેપ નથી કરાયા અમે સુરક્ષિત છીએ અમે ખુશ છીએ અમે અમારી જિંદગી સનાતન ધર્મને સુપર્દ કરી દીધી છે