મુંબઈ વાશી પોલીસે ઝોમેટોમાં કામ કરતી એક મહિલા કર્મચારીની ધરપકડ કરી છે આ મહિલાનું નામ પ્રિયંકા મોગરે છે 27 વર્ષની પ્રિયંકા પર આરોપ છે કે તેણે વાશી સેક્ટર 17ના પામ બિચ રોડ પર નો પાર્કિંગ ઝોનમાં બાઇક પાર્ક કર્યું હતુ ત્યારે ટ્રાફિક પોલીસ સાથે પ્રિયંકાની માથાકૂટ થતાં પ્રિયંકા ગાળા-ગાળી સુધી પહોંચી ગઈ હતી તે કોન્સ્ટેબલને ધમકી આપે છે અને વીડિયો શૂટ કરવા લાગે છે મહિલાએ ઝોમેટોનું ટીશર્ટ પહેર્યુ છે અને પાછળ ડિલિવરી બેગ લટકાવેલુ છે કોન્સ્ટેબલ સાથે અભદ્ર વર્તન અને જાહેરમાં ગાળાગાળી કરતા પ્રિયંકા પર કાર્યવાહી કરવામાં આવી છે અને હાલ તેની ધરપકડ કરાઈ છે