મહારાષ્ટ્રમાં સરકાર ભલે બની ગઈ હોય પણ રાજકીય ઘમાસણ હજુ યથાવત છે શિવસેના નેતા સંજય રાઉતે મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકાર રચનાને એક્સીડેન્ટલ શપથ ગ્રહણ ગણાવ્યા છે સંજય રાઉતે એક અખબારને કહ્યું કે, ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસે શપથ ગ્રહણ નહીં પણ ગુનો કરવાનું કામ કર્યું છે મહારાષ્ટ્રની જનતાને ખબર ન પડી અને શપથ ગ્રહણ થઈ ગયા છે તેમણે કહ્યું કે, આ એક ચોરી છે જેને પોકેટિંગ જ કહેવાય