સુરતઃબે દિવસમાં ચારનો ભોગ લઈને વિવાદમાં આવેલી સિટી બસે આજે સતત ચોથા દિવસે પાંચમો એક્સિડન્ટ સર્જ્યો હતો અમરોલી બ્રિજ પર સિટી બસે કારને ટક્કર મારી હતી સદનસીબે કારમાં સવાર લોકોને કોઈ ઈજા જાનહાનિ પહોંચી નહોતી જો કે, કારણને પાછળના ભાગે નુકસાન થયું હતું શહેરમાં ફરતી બ્લૂ કલરની સિટી બસ દિવસેને દિવસે જોખમી સાબિત થઈ રહી છે અમરોલી બ્રિજ પરથી પસાર થતી 212 નંબરની બસ(જીજે 05 બીએક્સ 2630)એ આગળ જતી ઈકો કાર (જીજે 05 જેકે 7782)ને ટક્કર મારી હતી જેથી કારના પાછળના ભાગે નુકસાન થયું હતું કારમાં સવાર લોકોને કોઈ ઈજા પહોંચી નહોતી પરંતુ એક્સિડન્ટને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો મહત્વપૂર્ણ છે કે, છેલ્લા ચારેક દિવસમાં પાંચમો એક્સિડન્ટની ઘટના સામે આવી છે