રાજકોટ: અમદાવાદ બીઆરટીએસની બેદરકારીથી બે ભાઈઓના મોતને હજુ 24 કલાક થયા છે ત્યારે રાજકોટમાં બીઆરટીએસનો ડ્રાઇવર ચાલુ બસે ફોનમાં વાત કરતો વીડિયો વાઇરલ થયો છે જેના પગલે શહેરજનોમાં આવા બસ ડ્રાઇવરના પ્રત્યે રોષની લાગણી ફેલાઇ છે એક બાજુ તંત્ર દ્વારા ડ્રાઇવરે સલામતી અને શિસ્તના પાઠ ભણાવવાની વાતો કરવામાં આવે છે ત્યારે બીજી તરફ બેફામ અને બેદરકાર ડ્રાઇવરો ટ્રાફિકની કે વાહનચાલકોની ઐસી તૈસી કરીને ચાલુ બસે બિન્દાસ ફોન પર વાત કરે છે આવો જ એક ફોન પર વાત કરતો ડ્રાઇવરનો વીડિયો એક જાગૃત નાગરિકે વાઇરલ કર્યો છે