છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં નક્સલ પ્રભાવિત વિસ્તારમાં કેટલાક નક્સલીઓએ ગામના યુવકને માર માર્યો હતો ગામમાં ઘૂસીને લોકોની સામે બેરહેમીથી માર માર્યા બાદ ડરી ગયેલા ગામવાળાઓ પણ આ ઘાયલની મદદે આવતાં ડરતા હતા આખી ઘટનાની જાણ દંતેવાડાના એસપી અભિષેક પલ્લવને થતાં જ તેમણે ઘાયલ યુવકની મદદ કરવાનું બિડું ઝડપ્યું હતું
એસપીએ આપેલી સૂચના મળતાં જ ડીઆરડીના જવાનોએ ઘાયલને દવાખાને લઈ જવાની તજવીજ હાથ ધરી હતી જો કે, યુવક એ હદે નકસલીઓથી ડરી ગયો હતો કે તે ગામ તો શું પણ ઘર છોડવા પણ તૈયાર નહોતો અંતે જવાનોએ જરૂરી દવાઓની વ્યવસ્થા કરીને તેના ઘા પર મલમ લગાવ્યો હતો જવાનોએ સ્થાનિક ભાષામાં જ યુવક સાથે વાત કરીને તેને સુરક્ષા આપવાની વાત પણ કરી હતી છેલ્લા કેટલાય દિવસથી જવાનો પણ અલગ અલગ રીતે નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં અંતરિયાળ ગામોમાં પણ જઈને લોકોને એ જ વિશ્વાસ અપાવવા માટે મહેનત કરે છે કે તેઓ તેમની મદદ માટે જ અહીંયાં કેમ્પ ખોલીને રહે છે જરૂર પડે તો જવાનો પોતાના જીવના જોખમે પણ આ રીતે લોકોનો વિશ્વાસ જીતવા માટે સતત પ્રયત્નશીલ રહે છે