કાશ્મીર ઘાટીમાં જનજીવન સામાન્ય ક્યારે થશે તે અંગે સવાલ પૂછાતા શાહે કહ્યું હતું કે અત્યારે ત્યા સ્થિતિ સામાન્ય જ છે હું અહીં વિસ્તારથી કહેવા માંગુ છું કે પાંચ ઓગસ્ટ પછી એકપણ વ્યક્તિનું પોલીસ ફાયરિંગથી મોત થયું નથી બધા આશંકાવ્યક્ત કરતા હતા કે કાશ્મીરમાં લોહીની નદીઓ વહી જશે, પણ મને કહેતા આનંદ થાય છે કે એકપણ નાગરિકનું મોત પોલીસ ફાયરિંગમાં થયું નથી પથ્થરમારાની ઘટનામાં ગત વર્ષની સરખામણીએ ઘટી છે ગત વર્ષે 810 પથ્થરમારાની ઘટના બની હતી આ વર્ષે 544 બની છે તમામ 20400 સ્કૂલ ખૂલી છે પરીક્ષા પણ તેના કાર્યક્રમ મુજબ આપવામાં આવી રહી છે 10-12માં 997% વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે તમામ હોસ્પિટલ અને સ્વાસ્થ્ય કેન્દ્ર ખુલા છે 2258 લાખ મેટ્રિક ટન સફરજનના ઉત્પાદનની સંભાવના છે તેમાથી મોટા ભાગના સફરજન બહાર જઈ ચૂક્યા છે કાશ્મીરમાં 59 લાખ મોબાઈલ ચાલું છે બધા અખબારો અને ટીવી ચેનલ ચાલું છે બેંકિંગ સુવિધા ચાલું છે ઘાટીમાં બધી દુકાનો ખુલી છે સરકારી ઓફિસો-કોર્ટ પણ ચાલું છે હાઈકોર્ટમાં 36192 કેસ આવ્યા છે અમિત શાહે રાજ્યસભામાં કહ્યું હતું કે કોઈપણ સભ્ય પાસે એવી સૂચના આવે કે જમ્મુ-કાશ્મીરના રિમોટ એરિયામાં સ્વાસ્થ્ય સંબંધિત તકલીફ છે તો તેઓ સીધો મારો સંપર્ક કરે, હું 24 કલાકમાં જ બધી વ્યવસ્થા કરાવીશ