ભરૂચમાં સિટીઝન કોમ્પલેક્ષમાં સમારકામ દરમિયાન ગેલેરી તૂટી પડી, કોઇ જાનહાની નહીં

DivyaBhaskar 2019-11-19

Views 118

ભરૂચઃભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા મોહમ્મદપુરા સ્થિત સિટીઝન કોમ્પ્લેક્ષમાં સમારકામ દરિમયાન ગેલેરી ધરાશયી થતાં દોડધામ મચી હતી ઘટનાની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઇ નહોતી

ગત 6 નવેમ્બરના રોજ સિટીઝન કોમ્પલેક્ષના ત્રીજા માળની ગેલેરી ધરાશાયી થઇ ગઇ હતી જેને પગલે એક પરિવાર મકાનમાં જ ફસાઇ ગયું હતું અને ફાયર બ્રિગેડે સીડીની મદદથી 4 લોકોને રેસ્ક્યૂ કર્યાં હતા આ જ ગેલેરીનું સમારકામ ચાલી રહ્યું હતું, તે સમયે આજે ગેલેરી તૂટી પડી હતી અને મોટી દુર્ઘટના ટળી ગઇ હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS