પોલેન્ડ અને ચેક રિપબ્લિકની સરહદે આવેલા મિજેસ્કે ઓદ્રજેનસ્કી નામના ગામમાં છેલ્લા 9 વર્ષથી એકપણ દિકરાનો જન્મ નથી થયો આ ગામમાં 2010માં છેલ્લે એક છોકરાનો જન્મ થયો હતો જો કે, તેનો પણ પરિવાર હવે ગામ છોડીને જતો રહ્યો છે હવે આ ગામમાં સૌથી નાની ઉંમરનું બાળક 12 વર્ષનું છે આટલા વર્ષોથી આ ગામમાં માત્ર દિકરીઓનો જ જન્મ થઈ રહ્યો છે, સંતાનમાં પુત્રનો જન્મ થાય તેવી ઘટના અહીં દુર્લભ બની ગઈ છે આ કારણે આ ગામના મેયરે તો એ પરિવારને ઈનામ આપવાનું વચન આપ્યું હતું જેના ઘરમાં પુત્રનો જન્મ થશે એ પણ હકિકત હજુ પણ રહસ્યમય જ છે કે એવું તે શું છે આ ગામમાં કે આટલા વર્ષોથી કોઈના ઘરે પુત્રનો જન્મ થયો નથી આજે આ ગામમાં 300 કરતાં પણ વધુ વસતી છે જો કે તેમાં સૌથી વધુ સંખ્યામાં મહિલાઓ અને છોકરીઓ જ છે મેયરે પુત્રના જન્મ પણ ઈનામ આપવાની ઘોષણા કરતાં જ આ ગામ દુનિયાની નજરે ચડ્યું હતું આખી ઘટનાની જાણ થતાં જ વારસાની એક યૂનિવર્સિટીએ પણ ત્યાં જઈને આનું રિસર્ચ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે