દિલ્હીમાં વધી રહેલા હવાના પ્રદૂષણ વિશે દરેક કોઈ માહિતગાર છે, તેવામાં મોટાભાગના લોકો શહેરમાં શુદ્ધ હવાની શોધ કરી રહ્યા છે દિલ્હીના આજુબાજુના રાજ્યો તેમના ખેતરમાં ઑક્ટોબરના છેલ્લા અઠવાડિયાંથી લઈને નવેમ્બરના શરૂઆતના અઠવાડિયાં દરમિયાન પરાલી (CRM- crop residue burning) સળગાવે છે, જેને કારણે હવા જીવલેણ બની જાય છે આ સમસ્યાનો જુગાડ દિલ્હીમાં આવેલ ઓક્સિજન બારે શોધી લીધો છે ‘ઓક્સિ પ્યોર’ બાર દુનિયાનો પ્રથમ બાર છે કે, જે શ્વાસમાં લેવાલાયક ઓક્સિજનની ઓફર કરે છે ઓક્સિ પ્યોર બાર નવી દિલ્હીમાં સિટીવોલ્ક મોલ, સાકેતમાં આવેલો છે રોજ બારની મુલાકાત 10થી 15 ગ્રાહકો લે છે