મહારાષ્ટ્ર વિધાનસભાની 288 અને હરિયાણાની 90 સીટ પર ચૂંટણી પરિણામોના રુઝાન આવવાની શરૂઆત થઈ ગઈ છે આ દરમિયાન ભાજપ, કોંગ્રેસ, શિવસેના અને જેજેપી સહિત રાજકીય પાર્ટીઓએ બહુમતી મેળવવાનો દાવો કર્યો છે ભાજપ નેતા પ્રકાશ જાવડેકરે કહ્યું, મહારાષ્ટ્ર-હરિયાણામાં જીત મેળવ્યા પછી તેમની પાર્ટી ઝારખંડ અને દિલ્હીમાં પણ ચૂંટણી જીતશે આ પહેલાં રોહતકના મતગણતરી કેન્દ્ર પહોંચેલા કોંગ્રેસ નેતા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ પણ હરિયાણામાં કોંગ્રેસને બહુમત મળવાની વાત કરી હતી