ભારતની બે મોટી ટેલિકોમ કંપની ખોટમાં છે. બીજા ક્વાર્ટરના આંકડા દર્શાવે છે કે વોડાફોન આઈડિયાને રૂ. 50,921 કરોડનું નુકસાન થયું છે. ભારતના કોર્પોરેટ ઇતિહાસમાં એક ક્વાર્ટરની અંદરની આ સૌથી મોટી ખોટ છે. એરટેલને બીજા ક્વાર્ટરમાં રૂ. 23,045 કરોડનું નુકસાન થયું છે. બંને કંપનીઓએ તેમના નિવેદનમાં સુપ્રિમ કોર્ટના ચુકાદાને એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર) નો ઉલ્લેખ કર્યો છે. તેમનું કહેવું છે કે જો એજીઆરમાં રાહત નહીં મળે તો કંપની ચલાવવી મુશ્કેલ બનશે.