ટોલ પ્લાઝા પર ટોલ કલેક્શન સિસ્ટમ દ્વારા થતી સમસ્યાઓના નિવારણ માટે "નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા" દ્વારા ભારતમાં એક "ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન" સિસ્ટમ રજૂ કરવામાં આવી છે. ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ અથવા ફાસ્ટેગ યોજના 2014 માં ભારતમાં પ્રથમ રજૂ કરવામાં આવી હતી. જેનો ધીરે ધીરે દેશભરના ટોલ પ્લાઝા પર અમલ કરવામાં આવી રહ્યો છે. ફાસ્ટેગ સિસ્ટમની મદદથી ટોલ પ્લાઝામાં ટોલ ટેક્સ ભરતી વખતે આવતી સમસ્યાઓથી છૂટકારો મળશે.