રાજકોટ: રાજકોટના રૈયાધાર વિસ્તારમાં મોકરશી પરિવારના 175 લોકોને આંખમાં પાણી નીકળતી હોવાની ઘટના સામે આવી છે મોકરશી પરિવારમાં દીકરાની સગાઇ પૂર્વે દાંડીયારાસનો કાર્યક્રમ હતો જે અંતર્ગત આવેલા તમામ મહેમાનોને આંખમાં ઈન્ફેક્શન લાગ્યાનો બનાવ સામે આવ્યો છે પરિવારના તમામ લોકો તેમજ સગાઓએ શહેરની સિવિલ હોસ્પીટલમાં આવેલ આંખની હોસ્પિટલમાં વહેલી સવારે સારવાર કરાવવાની ફરજ પડી હતી પરિવારના તમામ સભ્યોની આંખમાં બળતરા તેમજ લાલાશ જોવામાં મળી હતી