ઓડિશાના ભુવનેશ્વરથી મુંબઈ જઈ રહેલ સરકારી વિમાન કંપની એર ઈન્ડિયાના એક વિમાનને ટેકનિકલ કારણોસર રાયપુર એરપોર્ટ ખાતે ઉતરાણ કરાવવું પડ્યું હતુંવિમાનના એન્જિનમાં આગ લાગતાં જ તેને ઈમર્જન્સી લેન્ડિંગ કરાવામાં આવ્યું હતું આ પ્રોબ્લેમ થયો ત્યારે પ્લેનમાં 189 મુસાફરો સવાર હતા જે દરેકને સુરક્ષિત રીતે બહારનીકાળવામાં આવ્યા હતા જેના કારણે એરપોર્ટ પર બે કલાક સુધી અન્ય કોઈ પણ પ્લેનની અવરજવર પણ બંધ કરી દેવામાં આવી હતી સદનસીબે કોઈ મોટી દુર્ઘટના નાસર્જાતાં જ ઓથોરિટીને હાશકારો થયો હતો આ આખી ઘટના શુક્રવારે થઈ હતી જેનો વીડિયો પણ સામે આવ્યો છે