રાજકોટ:ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટી-20 મેચ ખંઢેરી સ્ટેડિયમમાં રમાનાર છે ત્યારે બપોર બાદ પ્રેક્ષકો ખંઢેરી સ્ટેડિયમ પહોંચી ગયા છે 350 પોલીસ દ્વારા સ્ટેડિયમ ખાતે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે મોટી સંખ્યામાં ક્રિકેટચાહકો પહોંચી ગયા છે વાતાવરણ ચોખ્ખું હોવાથી મેચમાં વરસાદ ખલેલ પહોંચાડે તેવી કોઇ શક્યતા નથી આથી પ્રેક્ષકો મોજથી મેચ માણી શકશે