સુરતઃનવસારીમાંથી મળી આવેલા એક મુકબધિર અને માનસિક બિમાર યુવાનના હાથ પર મોબાઈલ નંબરના ટેટૂના આધારે પરિવારને શોધી કાઢવામાં એક સમાજ સેવકને સફળતા મળી છે પાંડેસરાના પ્રેમનગરમાંથી આ મુકબધિર યુવાન બે દિવસ પહેલાં રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો 10 વર્ષની ઉંમરે ઘરમાંથી ભાગી ગયેલો આ કિશોર 6 મહિને મળ્યા બાદ પરિવારે તેના હાથ પર મોબાઈલ નંબર નો ટેટુ બનાવી તેને સુરક્ષિત કરવાનો વિચાર ફરી એકવાર સફળ થતા પરિવારમાં આનંદની લાગણી જોવા મળી હતી