દયાપર:વાવાઝોડા ‘મહા’ના કારણે આજે કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે ત્યારે જિલ્લાના સરહદી વિસ્તાર દયાપરમાં બપોરબાદ કડાકા ભડાકા સાથે બે ઈંચ વરસાદ ખાબક્યો હતો જેને પગલે ગામનું તળાવ ઓવરપ્લો થયું હતું અને દયાપર પાસેની પાપડીમાં આવનું પાણી આવ્યું હતું લખપત તાલુકાના દોલતપર, વિરાણી, ઘડુલી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદથી અષાઢી માહોલ સર્જાયો હતો