કરીના કપૂર ખાન હાલ ઓસ્ટ્રેલિયામાં છે કરીનાએ અહીં એક ઈવેન્ટમાં પાર્ટ લીધો હતો જેનો વીડિયો સામે આવ્યો છે અહીં એન્કર્સે બેબોને કેટલાંક ફની સવાલો પૂછ્યાં હતા જેના જવાબ કરીનાએ ઘણી ચતુરાઈથી આપ્યા હતા જ્યારે કરીનાને એવું પૂછાયું કે ખાન અને કપૂર્સમાંથી તેનું ફેવરિટ કોણ છે તો તે કહે છે કે મારૂ નામ જ કરીના કપૂર ખાન છે એટલે બંને મારા માટે ખાસ છે તો જ્યારે રણબિરની લવ લાઇફને લઇને એક સવાલ પૂછવામાં આવ્યો કે જો તે લિફ્ટમાં આલિયા ભટ્ટ, કેટરિના કૈફ અને દીપિકા પાદુકોણ સાથે બંધ થઈ જાય તો શું કરશે તો કરીના તેનો ફની જવાબ આપતા કહે છે કે હું જોઇશ કે ત્યાં રણબિર તો નથી ને