રાજકોટ: ગાગર જેવડા વીરપુરમાં સાગર જેવડા સંત શિરોમણી પૂજલારામબાપાનો જન્મ અભિજીત નક્ષત્રમાં સવંત 1856 કારતક સુદ સાતમના દિવસે વીરપુર ગામમાં થયો હતો જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડો જેવા મંત્રથી સદાવ્રતની સેવાથી વિશ્વભરમાં જેની ખ્યાતી છે તેવા સંત શિરોમણી જલારામ બાપાની 220મી જન્મજયંતી ઉજવાઇ રહી છે ત્યારે બાપાના દર્શન કરવા અને બાપાના આશીર્વાદ લેવા માટે મોડીરાતથી ભક્તો લાઈનમાં ઉભા છે વીરપૂરમાં ભાવિકોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે