મહેસાણા:બહુચરાજી પાસે આવેલા સીતાપુર ગામના લોકોએ સરદાર વલ્લભભાઈ પટેલની 144મી જન્મ જયંતીની સામૂહિક ગ્રામ સફાઈ દ્વારા ઉજવણી કરી હતી જેમાં ગામમાં રહેતા અને દિવાળીના તહેવારોમાં બહારગામથી આવેલા તમામ ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સીતાપુર ગામના યુવા અગ્રણી રાજેશભાઈ પટેલે જણાવ્યું કે, સરદાર પટેલની 144મી જન્મ જયંતિની ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત ગામની સમૂહ સફાઈ કરાઇ હતી, ગામમાં પાટીદાર સમાજની વાડીના સો વર્ષ નિમિત્તે યોજાયેલા સુવર્ણ જયંતિ મહોત્સવ પ્રસંગે ગામના વતની અને દેશ પરદેશમાં સ્થાયી થયેલા તમામ લોકો હાલ સીતાપુર ગામમાં આવેલા છે સૌના વિચારથી ગામની સફાઈનું આયોજન કરાયું હતું જેમાં બહેનો, યુવાનો સહિત મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાતા ગામના તમામ જાહેર રસ્તા, મહોલ્લા, ચોકમાં વગેરે ચોખ્ખાંચણક બન્યા છે