અમેરિકા:અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં ડલાસ હોસ્પિટલમાં પ્રથમવાર બ્રેન સર્જરીનું લાઈવ સ્ટ્રીમ સોશિયલ મીડિયા એપ ફેસબુક પર કરવામાં આવ્યું હતું આ સર્જરી વખતે દર્દી એટલે કે 25 વર્ષીય જેના સ્કાર્ડટ જાગૃત અવસ્થામાં હતી અને વાતો પણ કરી રહી હતી
જેનાનાં મગજમાં અમુક રક્તવાહિનીના જૂથને દૂર કરવા માટે આ ઓપરેશન કરવામાં આવ્યું હતું, આ રક્તવાહિનીની અસર જેનાની સ્પીચ પર પણ પડતી હતી 25 વર્ષીય જેનાએ ઓક્યુપેશનલ થેરપીમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે, તેણે પોતાના ફેસબુક પેજ પર લાઈવ સ્ટ્રીમ કરવાના હોસ્પિટલના પ્રસ્તાવને સ્વીકાર્યું હતું