પોતાની હરકતોથી માણસોના નાકમાં દમ કરી દેનાર વાનર જ્યારે અજગરની ચૂંગાલમાં આવી ગયો તો સાથી વાનરોના શ્વાસ અધ્ધર થઈ ગયા, થાઈલેન્ડના થાઈ નેશનલ પાર્કમાં એક વાનરોનું ઝૂંડ તેમની મસ્તીમાં વ્યસ્ત હતું ત્યાં અચાનક એક મહાકાય અજગર આવ્યો અને એક વાનરને પોતાની બાથમાં ભીડી લીધો સાથી વાનરને અજગરની ચૂંગાલમાં જોઈ અન્ય વાનરોએ તેને બચાવવાના ઘણાં પ્રયાસો કર્યા, કોઈએ અજગરની પૂંછડી દબાવી, તો કોઇએ અજગરની ચૂંગાલમાંથી વાનરને ખેંચવાનો પ્રયાસ કર્યો, પરંતુ અજગરે પોતાની ફેંણથી તમામ વાનરોને ભગાડી દીધા અને અંતે વાનરને મોતને ઘાટ ઉતારી ત્યાંથી જતો રહ્યો