ઉર્વી બ્રહ્મભટ્ટ, અમદાવાદઃdivyabhaskarcomએ ગુજરાતી સિનેમાની લોકપ્રિય અભિનેત્રીઓની અનોખી મુલાકાત શ્રેણી ‘હું, તમે ને સેલિબ્રિટી’ નામનો શો શરૂ કર્યો છે, જેના આઠમા એપિસોડમાં ‘છેલ્લો દિવસ’ ફૅમ કૉફી ગર્લ એટલે કે પ્રાપ્તિ અજવાળીયા સાથે ખાસ મુલાકાત કરી હતી પ્રાપ્તિએ પોતાના જીવનની રસપ્રદ વાતો કરી હતી પ્રાપ્તિ મલ્ટી ટેલેન્ટેડ છે અને તેમણે સંસ્કૃત-હિંદી ભાષામાં વિશારદ કરેલું છે યુનિવર્સિટી ટોપર તથા ગોલ્ડ મેડાલિસ્ટ પ્રાપ્તિના પપ્પા-મમ્મી (કેપી અજવાળીયા તથા દીપિકા અજવાળીયા) એક્ટિંગ વર્લ્ડ સાથે સંકળાયેલા છે પ્રાપ્તિના પિતા એસબીઆઈ બેંકમાં કામ કરતાં અને સાથે સાથે એક્ટિંગ પણ કરતાં હતાં પ્રાપ્તિના પતિ ભાવિક જગડ આઈટી ફિલ્ડમાં જોબ કરે છે પ્રાપ્તિ પણ આઈટી ફિલ્ડમાં જ કામ કરે છે અને સાથે-સાથે ફિલ્મ્સ પણ કરે છે પ્રાપ્તિએ વાતચીત દરમિયાન કહ્યું હતું કે બસમાં કોઈ ટચ ના કરે તે માટે તેઓ સાથે સેફ્ટી પીન રાખતાં અને જો કોઈ સ્પર્શ કરવાનો પ્રયાસ કરે તો પીન મારી દેતાં હતાં