ભરૂચઃ રાજપારડીના સારસા ડુંગર પાસે પ્રેમ લગ્નની અદાવતમાં દંપતી પર હુમલો થતાં પત્નીનું મોત નીપજ્યુ છે, જ્યારે પતિ ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે આ મામલે ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે રાજપારડી નજીક આવેલા હિંગોળીયા ગામમાં રહેતા અને લેબ ટેક્નિશિયનનું કામ કરતા હેમંત નરપતભાઈ વસાવા(25)એ સરસ્વતી સાથે એક વર્ષ પહેલા લગ્ન કર્યાં હતાં જોકે યુવતીના પરિવારજનોને લગ્ન મંજૂર ન હતા જેથી રાજપારડી સારસા ડુંગર નજીક યુવતીના પરિવારજનોએ દંપતી પર જીવલેણ હુમલો કર્યો હતો સારસા ડુંગર પાસે બાઇક પર જઇ રહેલા દંપતીને કારે ટક્કર મારી હતી અને ત્યારબાદ બંને પર લોખંડની પાઇપ વડે હુમલો કર્યો હતો જેમાં પત્ની સરસ્વતીબેન હેમંતભાઈ વસાવા(23)નું મોત નીપજ્યું હતું અને પતિ હેમંતભાઇ વસાવા ઇજાગ્રસ્ત થયો હતો ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતીસરસ્વતીબેન હેમંતભાઈ વસાવા જંબુસર નજીક આવેલી ટૂંડજ પ્રાથમિક શાળામાં પ્રાઇમરી શિક્ષક તરીકે નોકરી કરતી હતી અને એક વર્ષ પહેલા તેને હેમંત સાથે પ્રેમ લગ્ન કર્યાં હતા