ઈરાકના પાટનગર બગદાદમાં સોમવારે મોડી રાતે અમેરિકન એમ્બેસી પાસે ત્રણ રોકેટ છોડવામાં આવ્યા છે જોકે હજી કોઈને નુકસાન થયું હોવાની માહિતી મળી નથી ન્યૂઝ ચેનલ અલ અરબિયાએ સેનાના સૂત્રો દ્વારા જણાવ્યું છે કે, બ્લાસ્ટ પછી ગ્રીન ઝોનમાં સુરક્ષા અલાર્મ વાગવા લાગ્યું હતું અમેરિકન એમ્બેસી બગદાદના સૌથી વધુ સુરક્ષાવાળા ગ્રીન ઝોનમાં આવેલું છે