સુરતઃશહેરના રાંદેર વિસ્તારમાં બે યુવકો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે નાનપુરા વિસ્તારના કેટલાક અજાણ્યા શખ્સોએ રાજન કાલી અને તેની ભાઈ રોશન કાલી પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો છે જેમાં રાજનને 5 ઘા માર્યા છે, જ્યારે તેના ભાઇ રોશન પર માથાના ભાગે કુહાડી વડે હુમલો કર્યો હતો આ હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા બંને ભાઇઓને હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ત્યારે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી પ્રાથમિક તપાસમાં અંગત જૂની અદાવતમાં હુમલો કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે