અમરેલી:છેલ્લા સિતેર વર્ષથી સાવરકુંડલામા દિવાળીની રાત્રે પારંપારિક રીતે ખેલાતું ઇંગોરીયાનું યુધ્ધ અતિ રોમાંચક હોય છે જેની તૈયારી સાવરકુંડલાના રમતવીરો એકાદ માસથી ઇંગોરીયા અને કોકડા તૈયાર કરતા હોય છે ત્યારે છેલ્લા ત્રણેક વર્ષથી સાવરકુંડલામાં મોદી ફીવર જોવા મળ્યો છે રમતવીરો સાથે પૂર્વ ક્રુષિમંત્રી પણ મોદી માસ્ક પહેરી ઇંગોરીયે રમ્યા હતા