દરિયામાં ઝેરી સર્પોની વસ્તી ગણતરી કરવામાં મદદ કરીને 60થી 75 વર્ષની ઉંમરની દાદીઓ સાબિત કરી રહી છે કે ઉંમર એ માત્ર એક આંકડો જ છે ફેન્ટાસ્ટિક ગ્રાન્ડમધર્સ તરીકે જાણીતી થયેલી આ બધી દાદીઓ જે કામ કરી રહી છે તે કરવા માટે પણ હિંમત જોઈએ ન્યૂ કેલેડોનીયામાં આવેલા નુમિઆના દરિયામાં ડાઈવ માસ્ક અને સ્વિમ સ્યૂટમાં કેમેરા લગાવીને ગોતાખોરની જેમ જ પેટાળમાં જઈને અનેક પ્રકારનાં રિસર્ચમાં મદદ કરે છે દરિયાઈ ઝેરી સર્પની રજેરજની માહિતી એકઠી કરતા કેટલાક સાયન્ટિસ્ટોને હેલ્પ કરવા માટે છેલ્લા કેટલાક વર્ષોથી તેમની ટીમમાં જોડાઈ છે દરિયાના પેટાળમાં વસતા ઝેરી સર્પોની સંખ્યા, તેમની જીવનચર્યાથી લઈને તેમની મેટિંગ અને જન્મ સુધીની દરેક હિલચાલનું વીડિયો ડોક્યૂમેન્ટેશન પણ કરે છે જો કે, નોંધનીય છે કે આ દાદીઓને આ સર્પને સ્પર્શ કરવાની કે તેમની દિનચર્યા ખોરવાય તેવી કોઈ જ કામગિરી કરવાની મનાઈ હોય છે જો કોઈ આકસ્મિક ઘટના ઘટે તો ત્યાં જ સારામાં સારી સુવિધા ધરાવતી હોસ્પિટલ પણ બનાવવામાં આવી છે