રાજકોટ:શહેરના આમ્રપાલી ફાટક પાસે આવેલા આસોપાલવ નામના મકાનમાં તહેવાર સમયે જ તસ્કરોએ કળા કરી છે તસ્કરોએ મકાનમાંથી 400 ગ્રામ સોનાના બિસ્કીટ અને રોકડ રકમની ચોરી કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી છે પોલીસે ડોગ સ્ક્વોડની મદદથી તપાસ હાથ ધરી છે તેમજ મકાન માલિકનું નિવેદન હાથ ધર્યું છે ઘરમાંથી કેટલી ચોરી થઇ તે પોલીસ ફરિયાદ બાદ જ બહાર આવશે હાલ ડીસીપી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી રહ્યા છે