પૂર્વ ભારતીય કપ્તાન સૌરવ ગાંગુલીની આજે મુંબઈમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના નવા અધ્યક્ષ તરીકે વરણી થઇ છે તે બીસીસીઆઈના 39મા અધ્યક્ષ બન્યા છે અધ્યક્ષ પદ સંભાળ્યા પછી સૌરવ ગાંગુલીએ પહેલી પ્રેસ કોન્ફ્રન્સ કરી હતી તેમણે મહેન્દ્રસિંહ ધોની પર વાત કરતા કહ્યું કે, ચેમ્પિયન એટલા જલ્દી ખતમ થતા નથી, જ્યાર સુધી હું અહિયાં છું દરેકનું સમ્માન થશે વિરાટ કોહલી વિશે કરતાં પૂર્વ કપ્તાને કહ્યું કે, હું તેની સાથે ગુરુવારે મુલાકાત કરીશ તે જે પણ ઈચ્છતો હશે મને કહેશે અને હું દરેક સંભવ રીતે તેને સમર્થન આપીશ