ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની ગળુ કાપી હત્યા કરવામાં આવી છે કમલેશ તિવારીને ઈલાજ માટે ટ્રોમા સેન્ટર લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નિપજ્યું હતું ખુર્શીદ બાગ સ્થિત હિન્દુ સમાજ પાર્ટીના કાર્યાલય પર ચા પીવા આવેલા કેટલીક વ્યક્તિ આવી હતી, જેઓ મિઠાઈના ડબ્બામાં ચાકુ અને તમંચો લઈને આવ્યા હતા ઘટનાને અંજામ આપ્યા બાદ બદમાશો નાસી છૂટ્યા હતા પોલીસ સેલફોનની વિગતોની શોધખોળ કરવા ઉપરાંત સર્વિલન્સની પણ મદદ મેળવી આરોપીની તપાસ શરૂ કરી દીધી છે