વેરાવળ: વેરાવળના ડારી ટોકનાકા પર આજે વહેલી સવારે રાજકોટના કેશવ પરમારની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં લોકોએ ટોલટેક્સને લઇને વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં ટોલટેક્સના નામે ઉઘાડી લૂંટ બંધ કરોના નારા લગાવવામાં આવ્યા હતા ખરાબ રોડ પહેલા સુધારો પછી જ ટોલટેક્સ ઉઘરાવોની માંગ કરી હતી