રક્ષા મંત્રી રાજનાથ સિંહે થાણેમાં એક રેલીમાં કહ્યું છે કે, કોંગ્રેસે જાતિ, સંપ્રદાય અને ધર્મના આધાર પર સમાજમાં ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી છે ભાજપ સરકારે સમુદાય અને જાતીયોની વચ્ચે દરેક પ્રકારના મતભેદોને ખતમ કરવાનો પ્રયત્ન કર્યો છે
મહારાષ્ટ્રના મીરા-ભાયંદરથી ભાજપ ઉમેદવાર નરેન્દ્ર મહેતા માટે ચૂંટણી રેલી સંબોધતા તેમણે કહ્યું હતું કે, ભાજપના શાસનમાં ક્યારેય કોઈ કોમી રમખાણો નથી થયા, જ્યારે કોંગ્રેસના શાસનમાં એવું નહતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં સુપરસોનિક વિમાનની ગતિથી પ્રગતિ થઈ રહી છે કોંગ્રેસ અને એનસીપીએ આ ગતિને ઓછી કરી છે વિજ્યાદશ્મીએ 9 ઓક્ટોબરના દિવસે ઓમ લખીને ફાઈટર જેટની શસ્ત્ર પૂજા કરવા વિશે તેમણે કહ્યું કે, અન્ય સમૂદાયના લોકો જેવા કે ઈસાઈ, મુસ્લિમ, સિખ પણ આ પ્રકારના શબ્દો જેવા કે આમીન અને ઓમકાર લખીને પૂજા કરતા જ હોય છે