તુર્કીએ આંતરરાષ્ટ્રીય દબાણ હોવા છતા સીરિયામાં કુર્દિશના ઠેકાણાઓ પર હુમલો ચાલુ રાખ્યો હતો માનવધિકાર સંગઠન સીરિયન ઓબ્ઝર્વેટરી પ્રમાણે રવિવારે તુર્કીના હુમલામાં અંદાજે 26 લોકોના મોત થયા છે આ દરમિયાન અમેરિકાના વિપક્ષી ડેમોક્રેટ પાર્ટીએ અપીલ કરી છે કે, ટ્રમ્પ સીરિયામાંથી સેના પરત ન બોલાવે આ વિશે સંસદમાં એક પ્રસ્તાવ પણ મૂકવામાં આવશે ટ્રમ્પ પહેલાં જ કહી ચૂક્યા છે કે, તેઓ કુર્દીશ પર તુર્કીના હુમલા રોકવા માટે વધુ કડક પ્રતિબંધો લગાવશે