ડચ કંપની પાલ-વી પોતાની ઉડતી કારના મોડલનું ઉત્પાદન ગુજરાતમાં કરે તેવી મોટી શક્યતા છે મુખ્યમંત્રીએ ગયા સપ્તાહે કંપનીના સીઇઓ રોબર્ટ ડિન્જેમેન્સ સાથે મુલાકાત કરીને રાજ્યમાં ઓટોમોબાઇલ ક્ષેત્રના રોકાણ માટેની તકોની સમજૂતી આપી હતી
કંપની હાલ એશિયાના બજારોમાં પોતાની ઉડતી કારના મોડલના ઉત્પાદન માટે યોગ્ય સ્થળની શોધ ચલાવી રહી છે અને તેમાં કંપનીએ ભારતના વિવિધ રાજ્યોની સરકાર સાથે મુલાકાત કરી હતી, જે પૈકી ગુજરાત પણ એક છે ગુજરાત સરકારે પોતાની ઉદ્યોગ નીતિ અને ઓટો કંપનીઓને રોકાણ સામે અપાતાં વળતરની માહિતી આપી હતીવાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ડચ પ્રતિનિધિમંડળમાં સામેલ થઇ ડિન્જેમેન્સ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે 2021 સુધીમાં ભારતમાં ઉડતી કારના મોડલના વેચાણની શરૂઆત કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો