મહેસાણા/ બેચરાજી: શરદ પૂનમની રઢિયાળી રાતે બાલા ત્રિપુરા સુંદરી મા બહુચરનાં જ્યાં બેસણાં છે તે બહુચરાજીથી શ્રી માતાજીની પરંપરાગત પાલખી મા બહુચરના આધ્યસ્થાનક શંખલપુર ગામે જવા નીકળી ત્યારે ગાયકવાડી રાજ્યાસન સમયથી અપાતી ગાર્ડ ઓફ ઓનર અપાઇ હતી શરદ પૂનમની રાતે બરાબર 9:00 વાગે મૈયાના જયજયકાર સાથે સવારી શંખલપુર જવા પ્રસ્થાન થઈ ત્યારે આકાશમાંથી જાણે દેવો પુષ્પવર્ષા કરતા હોય તેવો ભાવ અહીં હાજર દરેક માઈભક્તના મનમાં ઉદઘોષિત થયો હતો